મોરબી : માળીયા મિયાણા પોલીસ મથકમાં નોંધાયેલ દારૂના ગુન્હામાં સંડોવાયેલ કચ્છના ભચાઉ તાલુકાના નાની ચીરઇ ગામના આરોપી દેવેન્દ્ર ઉર્ફે દેવો ખોડીદાસભાઈ કાપડી વિરુદ્ધ પાસા વોરંટ ઇશ્યુ થતા મોરબી ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને કચ્છના ગાંધીધામથી ઝડપી લઈ સુરતની લાજપોર જેલ ખાતે ધકેલી દીધો હતો.
