સાંસદ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા અમરસિંહજી હાઈસ્કૂલ હોલ ખાતે આયોજન
વાંકાનેર : રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા આગામી તારીખ 26 જૂન થી 30 જૂન સુધી વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલમાં ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ સાંજે 5 થી રાત્રે 12 વાગ્યા સુધી અમરસિંહજી હાઈસ્કૂલ હોલ ખાતે રમાશે.
આ ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી જિલ્લાની શ્રેષ્ઠ ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટમાં રાજ્યભરમાંથી નેશનલ, રાજ્ય, તેમજ જિલ્લા લેવલે રમેલા કબડ્ડીના ખેલાડીઓ ભાગ લેશે. વાંકાનેરમાં રમત-ગમત ક્ષેત્રે જાગૃતતા આવે તથા નવા ખેલાડીઓને પ્રોત્સાહન મળે તેવા હેતુથી આ કબડ્ડી લીગનું આયોજન કરાયું છે. આ લીગને નિહાળવા માટે સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, TAFTYGAS ગુજરાત અને મોરબી જિલ્લા કબડ્ડી એસોસિએશન દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.
