કલેકટરે પાંચ સભ્યોની કમિટી બનાવી, તપાસનો ધમધમાટ અવરોધરૂપ હશે તો તોડી પાડવાની કલેકટરે ખાતરી આપી
મોરબી : મોરબીના મચ્છુ નદીના પટમાં સ્વામીનારાયણ મંદિરનું બાંધકામ લાંબા સમયથી બેરોકટોક ચાલી રહ્યું છે જોકે તાજેતારમાં એક જાગૃત નાગરિકે અરજી કરતા તંત્ર દોડ્યું થયું હતું અને તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે તેમજ આ મંદિરનું બાંધકામ અવરોધરૂપ હશે તો દબાણો હટાવવામાં આવશે તેમ કલેકટરે જણાવ્યું હતું
મોરબી નગરપાલિકા દ્વારા તા. ૧૦ જુનના રોજ ઝુલતા પુલ પાસેના BAPS સ્વામીનારાયણ મંદિરને નોટીસ પાઠવી હતી જેમાં જણાવ્યું હતું કે મોરબીમાં ધાર્મિક હેતુનું બાંધકામ નગરપાલિકાની પૂર્વ મંજુરી વગર કરેલ છે જેથી નગરપાલિકાની પૂર્વ મંજુરી વગર બાંધકામ શરુ કરીને ગુજરાત અધિનિયમના નિયમો અને પેટા નિયમોનો ભંગ કર્યો હોય ગુજરાત ટાઉન પ્લાનિંગ અને અર્બન ડેવલોપમેન્ટ એક્ટની કમ ૩૬ અન્વયે ગેરકાયદે બાંધકામ ૩૦ દિવસમાં આપણા ખર્ચે અને જોખમે દુર કરવું વિકલ્પે તમારી સામે ધોરણસર પગલા લેવાની ફરજ પડશે જેની નોંધ લેવા જણાવ્યું છે
જોકે પાલિકાની નોટીસ છતાં બાંધકામ ચાલુ જોવા મળ્યું હતું તો વિવાદ સર્જાય બાદ જીલ્લા કલેકટર દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી જે તપાસ સમિતિમાં પ્રાંત અધિકારી સુશીલ પરમાર, કાર્યપાલક ઈજનેર (સિંચાઈ સ્ટેટ) અપેક્ષા ગોસ્વામી, નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર ગાયકવાડ, ડીએલઆર મોરબી ભોરણીયા અને સીટી મામલતદાર જયવંતસિંહ વાળાને તપાસ સોપવામાં આવી છે જે તપાસ કમિટી કલેકટરને રીપોર્ટ સુપરત કરશે
બાંધકામ અવરોધપૂર્ણ હશે તો દુર કરાશે : કલેકટર
આ મામલે જીલ્લા કલેકટર કે બી ઝવેરીએ જણાવ્યું હતું કે ધાર્મિક હેતુના બાંધકામ અંગે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે જેનો રીપોર્ટ આવ્યે આગળની કાર્યવાહી હાથ ધરાશે મોરબીમાં અગાઉ મચ્છુ જલ હોનારત દુર્ઘટના સર્જાઈ ચુકી છે બીજી વખત આવી હોનારત ના સર્જાય તેના માટે તંત્ર સજાગ છે અને બાંધકામ અવરોધપૂર્ણ હશે તો દબાણો ચોક્કસ દુર કરવામાં આવશે



