Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeNewsHalvadહળવદમાં અષાઢી બીજ બાબા રામદેવદજી મહારાજનું નુતન મંદિરમાં મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

હળવદમાં અષાઢી બીજ બાબા રામદેવદજી મહારાજનું નુતન મંદિરમાં મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

મયુર રાવલ હળવદ: બારબીજ માં સૌથી મોટી ગણાતી બાબા રામદેવજી મહારાજની  બીજ એટલે અષાઢી બીજ ના દિવસે હળવદમાં કુંભાર દરવાજા  વિસ્તારમાં આવેલ ભવ્યાતિભવ્ય નુતન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે  આ મંદિરમાં શ્રી રામેશ્વર મહાદેવની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા  બાર બીજનાં ધણી શ્રી બાબા રામદેવપીર મહારાજ તથા હરભુજી મહારાજ તથા બહેન સગુણા તથા ભાણેજ તથા બાપા સીતારામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અષાઢી બીજ શુક્રવાર 27ના શુભ દિને નિર્ધારેલ છે.

જેમાં તારીખ 26ને ગુરૂવારના સવારે 8 વાગ્યે ગણેશ સ્થાપન અને ગ્રહશાંતિ, સવારે 10:30 વાગ્યે વાસ્તુ પૂજન તેમજ હવન, 11વાગ્યે જળયાત્રા, 2 વાગ્યે નગરયાત્રા, સાંજે 7 વાગ્યે ધાન્યાવાસ રાતવાસ તેમજ તારીખ 27ને સવારે 9:30 વાગ્યે સંતોના સામૈયા 10:15 વાગ્યે દેવ સ્થાપન અને પ્રાણ પ્રતિષ્ઠા 10:30 વાગ્યે ધ્વજારોહણ અને આરતી અને 11 વાગ્યે અન્નકોટ દીપમાળા અને મહાપ્રસાદ 11 વાગ્યે બ્રાહ્મણની ભોજનશાળા ખાતે રાખવામાં આવ્યો છે, આ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે વિવિધ મંદિરોના સંતો અને મહંતો પધારી ભક્તોને આશીર્વાદ પાઠવશે.

તા 26ના ગુરુવારે બપોરે બે વાગ્યે લાઇવ ડીજેમા નગરયાત્રા નિકળશે જેમાં કલાકાર મોતીભાઈ ભરવાડ, શીતલમાં રાજપૂત અને સેજલબેન શોભાવત રમઝટ કરાવશે તો સાથે રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાહિત્યકાર વાલભા ગઢવી અને ભજનીક ઈશ્વરભાઈ ભાલાણી ભજનની રમઝટ બોલાવશે ત્યારે આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજકીય આગેવાનો ઉદ્યોગપતિઓ સહિતનાઓ ઉપસ્થિત રહેશે ત્યારે કુંભાર દરવાજા રામામંડળ તથા વોર્ડ નં 1ના તમાંમ સર્વે સમાજ અને શ્રી ખોડિયાર ગરબી મંડળ દ્વારા ભાવિક ભક્તો ને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments