કહી ખુશી કહી ગમ…વિજેતા ઉમેદવારો ના સમર્થકો ઓ એ ફટાફટ ફોડી, ગલ્લા ઉડાડી જીતને વધાવી, વિજેતા ઉમેદવારો એ ગામડામાં પ્રાથમિક સુવિધાઓને પ્રથમ પ્રાધાન્યતા આપવાનું જણાવ્યું
(મયુર રાવલ હળવદ) હળવદ ના નવા વેગડવાવ ગામે વોર્ડ નંબર 2 માં ટાઈ પડી,બને ઉમેદવાર ને 38 – 38 સરખા મત મળતા ટાઇ થઈ,ચિઠ્ઠી ઉડાડી ઉમેદવાર નક્કી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં અલ્પાબેન દિપકભાઈ મકવાણા વિજય જાહેર કરવામાં આવ્યા હતા.
હળવદ તાલુકાની ૮ ગ્રામ પંચાયતો માટે ૨૨ જૂને ચૂંટણીઓ યોજાઈ હતી જેમાં સરેરાશ ૮૮ ટકા મતદાન થયું હતું, જેની મતગણતરી હળવદ ની મોડૅન સ્કુલ ખાતે સવારથી ૯ વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ હતી. સરપંચ પદના ઉમેદવાર અને વોર્ડના સભ્યોની જીતની ઠેર ઠેર ઢોલ નગારા સાથે ઉજવણી કરવામાં આવી હતી જીતની ખુશીમાં ભાવુક દસ્યો પણ સર્જાયા હતા જીતનું ખુશીમાં સમર્થકોઅભીલ-ગુલાલ ઉડાડી જીતનો જશન મનાવ્યો હતો.
હળવદ માં ૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને ૧ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી થઈ હતી. જેમાં નવા વેગડવાવ,જુના વેગડવાવ,જુના ઈશનપુર, મંગળપુર,શિવપુર, ઈશ્ર્વરનગર, રાયસંગપર,રાણેકપર, ચુંટણી બેલ્ટ પેપરથી યોજાઈ હતી જેની મત ગણતરી હળવદ મોડૅન સ્કૂલ ખાતે યોજાઈ હતી મતગણતરી પ્રક્રિયા માટે કર્મચારીઓ અને કાયદો વ્યવસ્થા ળવાય તેમજ શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતગણતરી સુનિશ્ચિત કરવા માટે મતગણતરી કેન્દ્રો પર અને તેની આસપાસ કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સમગ્ર મતગણતરી પ્રક્રિયા કેમેરાની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. વિજેતા ઉમેદવારો એ ગામડામાં પ્રાથમિક સુવિધાઓને પ્રથમ પ્રાધાન્યતા આપવાનું જણાવ્યું હતું,
● વિજેતા સરપંચો ની યાદી
(૧)નવાં વેગડવાવ
ધનજીભાઈ બાવલભાઈ કણઝરીયા.૫ મતે વિજય.
(૨) જુના વેગડવાવ
મીરાબા યોગેશ દાન ગઢવી
( 504 મત )સોથી વધુ મતે વિજય
(૩) શિવપુર
ગણેશભાઈ બચુભાઈ વાધડિયા.૯૫ મતે વિજય.
(૪)જુના ઈસનપુર
રંજનબેન રાજેન્દ્રસિંહ ઝાલા, ૧૬૩ મતે વિજય.
(૫)જુના રાયસંગપર
અંબારામભાઈ ઉકાભાઇ જાંબુકીયા,૧૩ મતે વિજય.
(૬) ઈશ્ર્વરનગર
રૂપલબેન રાજેશભાઈ પરમાર, ૩૦ મતે વિજય.
(૭)મંગળપુર
ચૂંટાયેલા સરપંચ : રાજેશભાઈ ધીરુભાઈ નગવાડીયા,
૬૩ મતે વિજય.
(૮) રાણેકપર
શિતલબેન રાજકુમાર ઉડેચા.
૩૦૭ મતે વિજય.





