મોરબી : લાઈફ મિશન- મોરબી દ્વારા મોરબીમાં અલગ અલગ બે સ્થળે નિઃશુલ્ક આરોગ્ય વર્ધક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તારીખ 27 થી 29 જૂન સુધી મોરબીના ન્યૂ હાઉસિંગ બોર્ડ ખાતે આવેલા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે બપોરે 3-30 થી 5 વાગ્યા સુધી યોગ શિબિર યોજાશે.
જ્યારે 27 થી 29 જૂન સુધી બીજી યોગ શિબિર મોરબીના સામાકાંઠે હાઉસિંગ બોર્ડ પાછળ આવેલા રામેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાશે. આ યોગ શિબિરનો સમય સવારે 6 થી 9 અને સાંજે 5-30 થી 6-30નો રહેશે. બન્ને યોગ શિબિરમાં શુદ્ધિકરણની ક્રિયાઓ ઉષ્મા પ્રેરક વ્યાયામ (યૌગિક એક્સરસાઈઝ) આસનો, પ્રાણાયામ, વિપશ્યના ધ્યાન શિખવવામાં આવશે. આ યોગ શિબિરમાં 86 વર્ષે પણ યોગને કારણે અડીખમ જીવન જીવતા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના નિવૃત્ત શારીરિક શિક્ષણ નિયામક યોગગુરુ આર.જે. જાડેજા ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડશે. તો દરેક ભાઈઓ તથા બહેનોને યોગ શિબિરમાં આવવા હાર્દિક આમંત્રણ પાઠવાયું છે. શિબિરમાં નામ નોંધાવવા માટે બહાદુરસિંહ એ. જાડેજા (મો.નં. 9978998982), આનંદાચાર્ય (મનહરસિંહ જાડેજા) (મો.નં. 8200955787), જયશ્રીબા એમ. જાડેજા (મો.નં. 9978999200)નો સંપર્ક કરવા જણાવાયું છે.
