મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર પુરપાટ ઝડપે જતી ઇકો કાર ડિવાઈડર કૂદી સર્વિસ રોડ ઉપર બાઈક ચાલક સાથે અથડાતા ભીલવાડાના વતની શ્રમિકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ગત તા.22નાએ રોજ રાત્રીના રાજસ્થાનના વતની મહાદેવભાઈ હીરાભાઈ ગુર્જર પોતાનું બાઈક લઈ લાલપરથી રફાળેશ્વર તરફ સર્વિસ રોડ ઉપર આવતા હતા ત્યારે જીજે – 03 – એચઆર – 4852 નંબરની ઇકો કારના ચાલકે પુરપાટ ઝડપે પોતાની કાર ચાલવી ડિવાઈડર કુદાવી મહાદેવભાઈના બાઈક સાથે અકસ્માત સર્જાતા મહાદેવભાઈને પેટ તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.