મોરબી : પ્રેમજીનગર પ્રાથમિક શાળા ખાતે છ શાળાઓનો કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉમંગભેર સમાજોત્સવ ની જેમ ઉજવાયો હતો.
આજરોજ પ્રેમજીનગર પ્રાથમિક શાળા ખાતે બંધુનગર પ્રાથમિક શાળા, શ્રી નવા મકનસર પ્રાથમિક શાળા, શ્રી નવા મકનસર વાદી વિસ્તાર પ્રાથમિક શાળા, જુના મકનસર પ્રાથમિક શાળા, શ્રી પ્રેમજીનગર પ્રાથમિક શાળા તથા શ્રી ગોકુળ નગર પ્રાથમિક શાળા નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ. આ તકે મુખ્ય અતિથિઓ તરીકે માનનીય શ્રી સંજયભાઈ સોની સાહેબ (ડેપ્યુટી કમિશનર શ્રી મોરબી મહાનગર પાલિકા), શ્રી એચ. જી. મારવણીયા સાહેબ( સિટી મામલતદાર શ્રી મોરબી), મોઢવાડીયા ભરતભાઈ (લાયઝન ઓફિસર), સહદેવભાઈ દેગામા ગામ ના અગ્રણી, રાજુભાઈ પરમાર ( ચેરમેન શ્રી સામાજિક ન્યાય સમિતિ મોરબી તાલુકા પંચાયત) તથા રાકેશભાઈ કાંજીયા ઉપસ્થિત રહ્યા હતા. અતિથિઓ ના વરદ હસ્તે કીટ વિતરણ કરી બાલવાટિકા, ધોરણ ૧ તથા આંગણવાડી ના બાળકોને હર્ષભેર પ્રવેશ અપાયો. સરકારશ્રી ની વિવિધ યોજનાઓ સંદર્ભે જે વિધાર્થીઓ એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ મેરિટ સાથે પાસ કરી તેમને અતિથિઓ ના વરદ હસ્તે શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. તમામ છ શાળા ના આચાર્યશ્રી અમૂલભાઈ જોષી, અશોકભાઈ વસિયાણી , પરેશ ભાઈ પઢારીયા, માનસીબેન ભટ્ટ, ચંદ્રિકાબેન ઠોરિયા, જલ્પાબેન કૈલા તથા સમગ્ર સ્ટાફે આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી બંધુનગર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અમૂલભાઈ જોષીએ કર્યું હતું.


