ભવિષ્યના નાગરિકોમાં સંસ્કારનું સંસ્કરણ – મોરબીમાં વિચારશીલ પહેલ
મોરબી : ભારત વિકાસ પરિષદ – મોરબી શાખા અને ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA) – મોરબી શાખાના સંયુક્ત ઉપક્રમે ગત તારીખ 26/06/25 ના રોજ ગર્ભ સંસ્કાર પર આધારીત વિશિષ્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય ગર્ભાવસ્થામાં માતા પિતા દ્વારા સંસ્કાર સંચરણની જાગૃતિ ફેલાવવાનું રહ્યું.હતું. આ સેમિનારમાં વિશેષ રૂપે આમંત્રિત મુખ્ય વક્તા ડૉ. જયેશભાઈ પનારા (ગાયનેકોલોજિસ્ટ, કલરવ હોસ્પિટલ) અને ડૉ. ચિરાગભાઈ વિડજા (આયુર્વેદાચાર્ય, શ્રીવેદ પંચકર્મ હોસ્પિટલ) એ ગર્ભ સંસ્કાર વિષયને વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક બંને સ્તરે રજૂ કર્યો હતો. તેમણે સમજાવ્યું કે, ગર્ભાવસ્થા માત્ર શારીરિક નહીં, બૌદ્ધિક અને સાંસ્કૃતિક વૃદ્ધિ માટે પણ પાયો છે. બાળકનું વર્તન અને સ્વભાવ તેના જન્મ પહેલા જ નિર્મિત થવાનું શરૂ થઈ જાય છે.”
સાંસ્કૃતિક વારસાને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે જોડવાનો પ્રયત્ન સેમિનારમાં આ વાત પણ ઉમેરવામાં આવી કે આપણા ઋષિપરંપરાએ જેમ ગર્ભસંસ્કારને જીવનની શ્રેષ્ઠ તૈયારી માન્યો છે, તેમ આજના યુગમાં તેને વૈજ્ઞાનિક રીતે સમજવી જરૂરી છે. ભવિષ્યના નાગરિકોને યોગ્ય સંસ્કારોથી સંજોળવા માટે માતા-પિતા બંનેનું ભાવનાત્મક અને આધ્યાત્મિક રીતે સજ્જ હોવું અનિવાર્ય છે. 70થી વધુ લોકોની ઉત્સાહભર્યું ઉપસ્થિતિ:
આ સેમિનારમાં મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી અંદાજે 70થી વધુ લોકોને ઉપસ્થિત રહી શાંતિપૂર્ણ માહોલમાં સુંદર જાણકારી મેળવવા મળી. ડૉક્ટર્સ, શિક્ષકો, દંપતી અને સમાજના હોદેદારોએ પણ સહભાગીતા દર્શાવી.
આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી હિંમતભાઈ મારવાણીયા, ખજાનચી હિરેનભાઈ ધોરિયાણી, IMAમાંથી ડૉ અંજનાબેન ગઢિયા, ભારત વિકાસ પરિષદના મહિલા સહભાગીતા દર્શનાબેન પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન વિશાલભાઈ બરાસરા દ્વારા અસરકારક રીતે કરાયું:
સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન વિચારપ્રેરક શિક્ષક અને પ્રેરક વ્યક્તિત્વ વિશાલભાઈ બરાસરાએ ખૂબ જ ઊર્જાપૂર્વક અને વ્યવસ્થિત રીતે કર્યું, જે કારણે સમગ્ર કાર્યક્રમમાં જોડાણ અને લાગણીયતા જળવાઈ રહી.
આભાર અને સંકલ્પ:
અંતે, બંને આયોજક સંસ્થાઓ દ્વારા વક્તાઓ, સંચાલક અને ઉપસ્થિત મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને સંકલ્પ લેવાયો કે આવું જ જનજાગૃતિપૂર્ણ કાર્ય હંમેશાં ચાલતું રહેશે. ભારત વિકાસ પરિષદ
હિરેનભાઈ ધોરિયાણી (કોષાધ્યક્ષશ્રી)
ધ્રુમિલભાઈ આડેસરા (સચિવશ્રી)
હિંમતભાઈ મારવણિયા (અધ્યક્ષશ્રી)

