હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે ગઈકાલે યુવાન દીકરાની તેના બાપએ જ હત્યા કરી દીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.આ બનાવમાં પોલીસે દીકરાની હત્યા કરનાર પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ નવા તળાવ પાસે રહેતા દેવજીભાઈ કરસનભાઈ સોલંકી અને તેમનો દીકરો મનોજભાઈ દેવજીભાઈ સોલંકી ઉંમર વર્ષ 25 બંને બાપ દીકરો ઘરે એકલા જ રહેતા હોય અને કામને લઈ અવારનવાર બાપ-દીકરા વચ્ચે બોલાચાલી થતી હોય જેને લઇ ગઈકાલે પિતા દેવજીભાઈએ પુત્ર મનોજ સૂતો હતો ત્યારે દોરી વડે ગળે ટૂંપો આપી હત્યા નીપજાવી દીધી હતી.
આ બનાવમાં મૃતકના પિતરાઈ ભાઈએ હળવદ પોલીસ મથકે દેવજીભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા દિકરાની હત્યા નિપજાવનાર પિતા દેવજીભાઈ કરસનભાઈની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં હળવદ પોલીસ મથકના પીઆઇ આર.ટી વ્યાસ, એન.એમ ગઢવી, રમેશભાઈ ગોહિલ, અજીતસિંહ સિસોદિયા, દિનેશભાઈ બાવળીયા, નરેન્દ્રભારથી ગોસ્વામી, શૈલેષભાઈ પટેલ,વનરાજસિંહ રાઠોડ, સાગરભાઇ કુરિયા, દિગ્વિજયસિંહ જાડેજા, સાગરભાઇ મઢ તથા હિતેશભાઈ સાપરા, સુરેશભાઈ ચૌહાણ અને રણજીતસિંહ રાઠોડ સહિતનાઓ રોકાયેલા હતા.
