મોરબીના તળાવીયા શનાળા ગામે આવેલ તળાવમાં ડૂબી જતાં મૂળ મધ્યપ્રદેશના બલવાની જીલ્લાના વતની અને હાલમાં ઉંચી માંડલ ગામે સાઈન સિરામિક કારખાનામાં કામ કરતા અને ત્યાં જ લેબર કવાટર્સમાં રહેતા જીતેનભાઈ સુરસિંહ ડાવર ઉ.30 નામના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.