ટંકારા – લતીપર હાઇવે ઉપર સરાયા અને હીરાપર ગામ વચ્ચે બે દિવસ પૂર્વે જામનગર તરફથી આવી રહેલ બોલેરો ગાડી સાથે ટંકારા તરફથી આવી રહેલી બોલેરો ગાડી ટકરાતા આ અકસ્માતમાં હળવદના ઇશ્વરનગર ગામના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.
અકસ્માતના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ જામનગરથી હળવદ તરફ જીજે-36 -વી – 6432 નંબરની બોલેરો ગાડી લઈને જઈ રહેલા હળવદ તાલુકાનાં ઇશ્વરનગર ગામના અનિરુદ્ધભાઈ ડાયાભાઇ ઓડિયાની બોલેરો ગાડી સાથે સામેથી આવી રહેલ જીજે – 36 – વી – 8150 નંબરની બોલેરો કારના ચાલકે અકસ્માત સર્જી સામેથી જોરદાર ટક્કર મારતા અનિરુદ્ધભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના મોટાભાઈ વિનોદભાઈ ડાયાભાઇ ઓડિયાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.