મોરબી : મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર જાંબુડિયા આરટીઓ કચેરી સામે જીજે – 32 – ટી – 8604 નંબરના ડમ્પર ટ્રક ચાલકે બેદરકારીથી પોતાનું વાહન ચલાવી જીજે – 36 – ડબ્લ્યુ – 2785 નંબરની રીક્ષાને હડફેટે લઈ દૂર સુધી ઢસડી જતા રીક્ષા ચાલક કિશનભાઈ દિલીપભાઈ ઠાકોર રહે.કુબેર સિનેમા પાસે, મોરબી વાળાને માથાના ભાગે તેમજ શરીરે મૂંઢ ઇજાઓ પહોંચતા ડમ્પર ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.