વાંકાનેર : વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે રહેતા મામૈયાભાઈ રામભાઈ ખાંભલા ઉ.68 નામના વૃદ્ધની ઘરની અગાસી ઉપર બાળકો દોડતા હોવાથી મામૈયાભાઈ અગાસી ઉપર બાવળના કાંટા વાળા ડાખળા મુકવા જતા અગાસી ઉપરથી નીચે પટકાતા માથાના ભાગે તેમજ પગમાં ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.