મોરબી : વિકસિત ભારતના નિર્માણ માટે એક રાષ્ટ્ર એક ચૂંટણીની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલને પ્રોત્સાહન આપવાના સતત પ્રયાસોના ભાગરૂપે વિધાનસભા 65-મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની આગેવાનીમાં લોક જાગૃતિના હેતુથી આવતીકાલ તા. 6 જુલાઈ ને રવિવારના રોજ ઉમા ટાઉનશિપ ધરમપુર રોડ, મોરબી ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે જોશીલી જબાન માટે જાણીતા, અભ્યાસુ, યુવાન, પ્રખર વક્તા મહેશભાઈ કસવાલા (પ્રદેશમંત્રી તેમજ સાવરકુંડલા ધારાસભ્ય) ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રહિતમાં મિત્ર મંડળને ખાસ પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે. સમારોહ સંપન્ન થયે અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું છે.
