હળવદ : હળવદ પોલીસે સુંદરગઢ ગામેથી મહિન્દ્રા થાર તથા બોલેરો પીકઅપ કારમાંથી ૫૦૦ લીટર દેશી દારૂ પકડી લીધો છે જો કે બે શખ્સો ફરાર થઇ જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
હળવદ પોલીસે સુંદરગઢ ગામે જાહેરમાં એક મહિન્દ્રા થાર તથા બોલેરો પીકઅપ ગાડીમાંથી ૫૦૦ લીટર દેશી દારૂ પકડી પાડી કાર સાથે કુલ કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- નો મુદામાલ કબ્જે કર્યો છે. અશ્વિન ઉર્ફે ભોપો ચંદુભાઇ ખાંભડીયા રહે ગામ સુંદરગઢ અને એક અજાણ્યો શખ્સ નાસી છૂટતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં પીઆઇ આર.ટી.વ્યાસ એ.એસ.આઇ અજીતસિંહ સિસોદીયા, પો.હેડ.કોન્સ. દિનેશભાઈ બાવળીયા, પો.કોન્સ વનરાજસિંહ રાઠોડ, સાગરભાઈ કુરીયા દિવ્યરાજસિંહ જાડેજા, સંજયભાઈ લકુમ રોકાયેલ હતા.
