મોરબી : વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે આવેલ છતર હનુમાનજી મંદિરે તા.10 જુલાઈને ગુરુવારે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવને ધામધૂમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિતે મહાપ્રસાદ અને સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા લક્ષ્મણ ભગત અને દાદુ ભગતએ અપીલ કરી છે.
