વેટમેક્સ મટિરિયલ્સથી કામ થઈ રહ્યું હોય પણ વધુ પાણી આવ્યે થોડી સમસ્યા સર્જાય શકે છે, ચોમાસુ પૂર્ણ થતાં જ બન્ને નવા રોડનું કામ શરૂ કરી દેવાશે
મોરબી : મોરબીના કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું ગત રાત્રીએ નિરીક્ષણ કર્યા બાદ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે હાલ જે કામ થઈ રહ્યું છે તે ઝડપથી થશે અને સારી રીતે થશે. સાથે તેઓએ લોકોને સંયમ રાખવા અપીલ કરી હતી.
મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે તેઓએ છાત્રાલય રોડ અને નાની કેનાલ રોડની વિઝીટ લીધી છે. સ્થાનિકોને સાંભળ્યા છે. અહીં કામ શરૂ થઈ ગયું છે. સારી ક્વોલીટી જળવાઈ અને કામમાં ઝડપ રહે તેવી સૂચના આપી છે. અહીં કાયમી સોલ્યુશન ત્યારે જ આવશે જ્યારે રોડનું સંપૂર્ણ કામ કરવામાં આવશે. બન્ને રોડ મંજુર થઈ ગયેલા છે. વાતાવરણમાં ભેજ છે એટલે આ કામ ન થઈ શકે. ટૂંક સમયમાં વરસાદ પૂરો થશે એટલે રોડના કામ શરૂ કરવામાં આવશે. હાલ જે કામ થઈ રહ્યું છે તે વેટ મેક્સ મટિરિયલ્સથી થઈ રહ્યું છે. વધુ પાણી આવ્યે સમસ્યા સર્જાઈ શકે છે. એટલે લોકોના સહકારની અપેક્ષા છે અને લોકો સંયમ રાખે તેવી અપીલ છે.
