મહાપાલિકા દ્વારા આવતીકાલથી લાતી પ્લોટમાં વેટમિક્ષ નાખવા સહિતની કામગીરી શરૂ કરવામાં આવશે
મોરબી : મોરબીના લાતી પ્લોટના વેપારીઓને ડેપ્યુટી કમિશનરો દ્વારા એવી ખાતરી આપવામાં આવી છે કે આવતીકાલે ગુરૂવારથી કામ શરૂ કરવામાં આવશે. આ ખાતરી વેપારીઓએ સ્વીકારીને શનાળા રોડ ઉપર કરેલો ચક્કાજામ હટાવી દીધો છે.
મોરબીના લાતી પ્લોટની હાલત વર્ષોથી બદતર છે. જેના કારણે રોષે ભરાયેલા વેપારીઓએ આજે શનાળા રોડ ઉપર સવારે 11 વાગ્યાથી ચક્કાજામ કર્યો હતો. જેને પગલે મહાપાલિકાના બન્ને ડેપ્યુટી કમિશનરો ત્યાં દોડી આવ્યા હતા. બન્ને અધિકારીઓએ લાતી પ્લોટના ચાલી વેપારીઓને સમજાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. અધિકારીઓએ આવતીકાલે ગુરૂવારથી રસ્તામાં વેટમીક્ષ નાખવા સહિતની કામગીરી શરૂ કરવાની ખાતરી આપી હતી. આ ખાતરી વેપારીઓએ સ્વીકારીને શનાળા રોડ ઉપરથી ચક્કાજામ હટાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે આ ચક્કાજામ અંદાજે પોણા બે કલાક સુધી રહ્યો હતો.