માળિયા તાલુકાના હરીપર ગામ ખાતે આજે ફ્રી મેગા મેડીકલ કેમ્પ અને નિશુલ્ક દવા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પનું આયોજન માળિયાની દેવ સોલ્ટ પ્રા. લી., દેવ વેટલેન્ડ એન્ડ સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશન તેમજ મોરબીની શ્રી હરી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું
જે ફ્રી મેગા કેમ્પનો રણ વિસ્તારમાં રહેતા અગરિયાઓ તેમજ ગ્રામજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો કેમ્પનો ૧૫૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો કેમ્પનું આયોજન કરવા બદલ ગ્રામજનો અને અગરિયા પરિવારોએ આભાર માન્યો હતો
ફ્રી મેગા મેડીકલ કેમ્પને સફળ બનાવવા કંપનીના અધિકારી વિવેક ધ્રુણા, રમજાન જેડાના માર્ગદર્શન હેઠળ રવિ ડાંગર, કુલદીપ બોરીચા અને આનંદ ડાંગર સહિતનાઓએ જાહેમત ઉઠાવી હતી





