મોરબી : મોરબી શહેરમાં સીટી એ અને સીટી બી ડિવિઝન પોલીસે જુગારના અલગ અલગ ત્રણ દરોડામાં વાવડી રોડ ઉપર જુગાર રમતી આઠ મહિલાઓને ઝડપી લીધી હતી. તો માળીયા ફાટક પાસે નોટ નંબરીનો જુગાર તેમજ નજરબાગ રેલવે સ્ટેશન પાસેથી તીનપતિનો જુગાર રમતા બબ્બે આરોપીઓ પકડાઈ ગયા હતા.
પ્રથમ દરોડામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ ઉપર ઉમિયા પાર્ક સોસાયટીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલ આરોપી પુજાબેન અલ્પેશભાઇ શેરસીયા, મેઘનાબેન લલીતભાઇ વડાળીયા, ચેતનાબેન દિપકભાઇ વેગડ, બીનલબેન દિપકભાઇ મીયાત્રા, બંસીબેન ચેતનભાઇ ડોડીયા, ભીખુબેન કિશોરભાઇ પાટડીયા, હેતલબેન કિશોરભાઇ પાટડીયા અને કાજલબેન હિતેશભાઇ પોપટને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1980 કબ્જે કર્યા હતા.
જ્યારે બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે માળીયા ફાટક પાસેથી આરોપી ઇમરાન સામંતભાઈ માણેક અને હૈદર મહમદભાઈ મોવરને જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 300 કબજે કર્યા હતા. આ ઉપરાંત ત્રીજા દરોડામાં બી ડિવિઝન પોલીસે નજરબાગ રેલવે સ્ટેશન સામેથી આરોપી જયેશભાઈ ચંદીદાન ઈશરાણી અને હનીફ ઇસ્માઇલભાઈ જુણેજાને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1500 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.