મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ ધામ-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે સ્વ.ગોદાવરીબેન અંબારામભાઈ દેકાવાડીયાનું તાજેતરમાં અવસાન થતા તેમના પુત્ર PI પ્રકાશભાઈ દેકાવાડીયા દ્વારા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો.
આ તકે મોરબી જલારામ ધામના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, કીશોરભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર,જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, અનિલભાઈ સોમૈયા, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ ગોવાણી, હિતેશભાઈ જાની,સંજયભાઈ હીરાણી, સુનિલભાઈ પુજારા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ સદ્ગતને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.



