મોરબી જીલ્લામાં અલગ અલગ સ્થળેથી મોટરસાયકલ અને સેન્ટ્રો કારની ચોરીના ગુનામાં સંડોવાયેલ ઈસમને વાંકાનેર તાલુકા પોલીસની ટીમે ઝડપી લઈને ચોરી થયેલ બે બાઈક અને કાર સહીત ૨.૪૫ લાખનો મુદામાલ રીકવર કરી ત્રણ ગુના ડીટેકટ કરવામાં સફળતા મળી છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ વાંકાનેર બાઉન્ડ્રી ખાતે વાહન ચેકિંગ કામગીરી કરતી હોય દરમિયાન બાતમીને આધારે મોરબી જીલ્લામાં બે બાઈક અને એક સેન્ટ્રો કારની ચોરી કરનાર ઇસમ ભરત દેવીદાસ મેસવાણીયા રહે ચોકડી ચરમાળિયા દાદાની જગ્યા પાસે તા. ચુડા સુરેન્દ્રનગર વાળાને ઝડપી લીધો હતો આરોપી પાસેથી સેન્ટ્રો કાર કીમત રૂ ૧ લાખ અને બે બાઈક કીમત રૂ ૧,૪૫,૦૦૦ મળીને કુલ રૂ ૨,૪૫,૦૦૦ નો મુદામાલ રીકવર કર્યો છે અને વાંકાનેર તાલુકા અને સીટી પોલીસ મથકના ત્રણ ગુના ડીટેકટ કર્યા છે.
