Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiહિરાસરીના માર્ગે ડીમોલેશન કરવા તેમજ માર્કેટ યાર્ડમાંની ગંદકી દૂર કરવાની માંગ

હિરાસરીના માર્ગે ડીમોલેશન કરવા તેમજ માર્કેટ યાર્ડમાંની ગંદકી દૂર કરવાની માંગ

હિરાસરી માર્ગે આવેલ સોસાયટીના રહિશો દ્વારા કમીશ્નરને લેખિત રજૂઆત

મોરબી : મોરબીના હીરાસરના રસ્તે નરસંગ ટેકરી મંદિર અને અવની ચોકડીવાળા રસ્તે માર્કેટીંગ યાર્ડમાંથી આવતી ગંદકી દુર કરવા તેમજ તે માર્ગે ગેરકાયદેસર બનાવેલ ઝૂંપડીઓ દુર કરવા અને તેમના દ્રારા કરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃતિ તાત્કાલીક અટકાવવા હિરાસરી માર્ગે આવેલ સોસાયટીના રહિશો દ્વારા કમીશ્નરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.

મોરબીમા હિરાસરીના માર્ગ ઉપર સુભાષનગર, લક્ષ્મીનગર સોસાયટી, વિજયનગર, રામેશ્વર સોસાયટી, દર્પણ સોસાયટી, રામ વિજય, અમીન પાર્ક, શકિત સોસાયટી, તેમજ નરસંગ ટેકરી સુધીની દરેક સોસાયટીના રહીશો દ્વારા કમીશ્નરને રજુઆત કરી જણાવ્યું છે કે, આ સોસાયટીના નજીક આવેલ માર્કેટીંગ યાર્ડમાંથી ખુબ જ ખરાબ દુંગંધ આવે છે. જેના કારણે તેની આજુબાજુ વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રહેતા રહીશોને ખુબ જ મુશ્કેલી પડે તથા હિરાસરીના માર્ગે આવેલ સર્વે નંબર ૯૯૭માં બીનખેતી થયેલ જગ્યાના સાર્વજનીક પ્લોટ જે નગરપાલીકાને સોંપી દીધેલ છે. જેમા અસમાજીક તત્વો દ્રારા તે સાર્વજનીક પ્લોટ ઉપર કબજો કરેલ છે. તેઓના દ્વારા સરકારને સોંપી દીધેલ છે. છતા બીનખેતી પ્લોટમાં રહેતા (૧) વેલજી છગનભાઈ ડાભી (૨) મનજી છગનભાઈ ડાભી (૩) રમેશ છગનભાઈ ડાભી (૪) પ્રેમજીભાઈ છગનભાઈ ડાભી (૫) ખીમજી છગનભાઈ ડાભી તથા તેમના વારસદારો દ્રારા સાર્વજનીક પ્લોટમાં છાપરા બનાવી ભાડે આપેલ છે. તેમાં રહેતા મજુરો ખુબ જ ગંદકી કરે છે. જેના કારણે ખુબ જ ગંદકી થાય છે. તેમજ તેઓ દ્વારા દેશી દારૂ બનાવીને વેચાણ પણ કરે છે. આ રીત ખુબ જ ગદકી કરે છે. સાર્વજનીકમા વલજીભાઈ છગનભાઈ ડાભીએ કુવો બનાવેલ છે. તેમા ટ્રેકટરથી ભાડે પાણીનુ વેચાણ કરે છે અને પાણી ઢોળીને પાણીનો વ્યય કરે છે. આ પાણીના ટ્રેકટરના ફેરા કરતા ડ્રાઈવર ખુબ જ ઝડપથી અનિયમીત ટ્રેકટર ચલાવે છે. જેના કારણે અકસ્માતનો ખુબ જ ભય રહે છે. તથા ઉપરોકત આસામીઓએ રસ્તા ઉપર ઉકરડો કરેલ છે. જેના કારણે ગંદકી થવાથી મચ્છરનો ખુબ જ મોટા પ્રમાણ માં ઉપદ્રવ થાય છે.

આ સાર્વજનીક પ્લોટમાં અસમાજીક પ્રવૃતિઓ પણ થાય છે. આ સાર્વજનીકમાં બાવડની જાડી છે. તેમા ચોર પણ આવે છે. તેમજ ઘણી વખત આ રીતે સોસાયટીના અનેક ઘરોમાં ચોરી પણ થયેલ છે.

આ રસ્તા ઉપર આસામી વેલજીભાઈ છગનભાઈ ડાભી વિગેરે એ બિનઅધિકૃત દુકાનો ગેરકાયદેસર બનાવેલ છે. તથા તેમજ તેમને મકાનો પણ બિન અધિકૃત ગેરકાયદેસર બનાવેલ છે. જેમા પાણીના કનેકશન પણ ગેરકાયદેસર ખોટા દીધા છે. જેઓ તેનો વેરો પણ ભરતા નથી. તેમજ પાણીની લાઈનમાંથી મોટા કનેકશન લઈ પાણીનો ખુબ જ બગાડ કરે છે. તેઓ મોટર સર્વિસ સ્ટેશન બિનઅધિકૃત બનાવેલ છે. તેમજ તેઓના દ્રારા બનાવેલ ગેરકાયદેસર ઝુંપડા ઓથી ખુબ જ ગંદકી ફેલાય છે. આ આસામીઓને અમો લોકો દ્વારા આ તેમના દ્વારા થતી ગંદકી અને સાર્વજનીક પ્લોટ માં બનાવેલા ગેરકાયદેસર ઝુંપડા હટાવવાનુ કહેતા તેઓ અપકૃત્ય શબ્દો બોલે છે અને મા૨વા દોડે છે. અને કાયદો હાથમાં લે છે. તથા તેઓને કઈ પણ જાણ ના હોય એમ અભણ હોવાનો ડોળ કરે છે.

જેથી આ રોડનું ડીમોલેશન કરવામાં આવે અને માર્કેટીંગ યાર્ડ માંથી આવતી દુર્ગંધ દુર કરવા તથા અસામાજિક પ્રવૃતિઓ તાત્કાલીક બંધ કરાવવા રહિશો દ્વારા માંગ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments