મોરબી : મોરબીના નાની વાવડી ગામે તીનપતિનો જુગાર રમતી ચાર મહિલા સહિત છ શખ્સોને તાલુકા પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે શહેરના વાંકાનેર દરવાજે નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ શખ્સોને એ ડિવિઝન પોલીસે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે નાની વાવડી ગામે બાલા હનુમાન સોસાયટીમાં દરોડો પાડી સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપતિ રમી રહેલા આરોપી પ્રવીણભાઈ પ્રેમજીભાઈ વસીયાણી, કાનજીભાઈ રુગનાથભાઈ મોરડીયા, મીનાબેન કાનજીભાઈ ખટાણા,સમાબેન સફીભાઈ મોટલાણી, પૂજાબેન લાભુભાઈ ઠાકોર અને કલ્પનાબેન અંબારામભાઈ ગોપાણીને રોકડા રૂપિયા 27,500 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
જ્યારે સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના વાંકાનેર દરવાજા પાસે જાહેતમાં ચલણી નોટ ઉપર નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી દલસુખભાઈ ગોવિંદભાઇ અબાસણીયા, ઈંદ્રિશ અબ્દુલભાઇ અજમેરી અને વલીમામદ આદમભાઈ ચાનિયાને રોકડા રૂપિયા 2700 સાથે જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.