વોટ્સએપ નંબર 8758013433 ઉપર આપની સમસ્યા મોકલવાની રહેશે, લગત વિભાગને જાણ કરી તેના ઉકેલના પ્રયાસ કરાશે
મોરબી : મોરબીમાં પાયાના પ્રશ્નોને લઈને હજુ જનઆંદોલનો થઈ રહ્યા છે. તેવામાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા વોટ્સએપ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેમાં કોઈ પણ સમસ્યા લોકો વોટ્સએપના માધ્યમથી મોકલી શકશે. લગત વિભાગને આ સમસ્યા મોકલી તેના ઉકેલના પ્રયાસ કરાશે તેવું જાહેર કરાયું છે.
આ મામલે યાદીમાં જણાવ્યા અનુસાર 65-મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના પ્રજાજનોના પ્રાથમિક સુવિધાની સમસ્યાઓના ઉકેલ માટે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા વોટ્સએપ હેલ્પલાઈન સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રાથમિક સુવિધાની સમસ્યાના નિરાકરણ માટે આ વોટ્સએપ હેલ્પલાઈન સુવિધા આજથી શરૂ કરવામાં આવી છે.
જેમાં 8758013433 નંબર ઉપર ફોટો/વિડિયો, સરનામું, ડિજિટલ લોકેશન, તમારું નામ અને મોબાઈલ નંબર મોકલવાનો રહેશે. આ તમામ વિગતો આ વોટ્સએપ નંબર પર મોકલી આપવાની રહેશે. આ સમસ્યા સંબંધિત વિભાગમાં મોકલી આપવામાં આવશે અને શક્ય બને તેટલું વહેલું સમસ્યાનો ઉકેલ લાવવાનો સન્નીષ્ઠ પ્રયાસ થશે. આ નંબર પર માત્ર મેસેજ થશે. કોઈ પણ પ્રકારની વાતચીત થશે નહીં જેની નોંધ લેવા જણાવાયુ છે.
