મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂના ત્રણ અલગ અલગ દરોડામાં શનાળામાં છ બોટલ, કરીયા સોસાયટીમાં બાર બોટલ અને લીલાપર રોડ ઉપર સ્મશાન પાસે દરોડો પાડી દસ બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સને ઝડપી લીધા હતા.જ્યારે એક દરોડામાં આરોપી હાજર નહિ મળી આવતા કુલ ત્રણ દરોડામાં 28 બોટલ વિદેશી દારૂ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે શક્ત શનાળામા ઉમિયા સોસાયટીમાં આવેલ પાટીદાર હિલ્સ એપાર્ટમેન્ટમાં દરોડો પાડી આરોપી કિશોરભાઈ ઉર્ફે કાંતિભાઈ હરજીભાઈ પટેલના રહેણાંકમાંથી વિદેશી દારૂની 6 બોટલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. જ્યારે બીજા દરોડામાં પોલીસે વાવડી રોડ ઉપર કારીયા સોસાયટીમા રામદેવપીર મંદિર વાળી શેરીમાં રહેતા આરોપી મનીષભાઈ દેવકરણભાઈ ખાણધરના મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની 12 બોટલ કિંમત રૂપિયા 500 કબ્જે કરી હતી.જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. આ ઉપરાંત ત્રીજા દરોડામાં પોલીસે લીલાપર રોડ ઉપર સ્મશાન નજીકથી આરોપી નમલિયાભાઈ ઉર્ફે પોપટ સંદલાભાઈ નાયકા રહે.છોટા ઉદેપુર વાળાને વિદેશી દારૂની 10 બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.