ટંકારા : ટંકારા પોલીસે લતીપર – ટંકારા હાઇવે ઉપર જબલપુર ગામની સીમમાં કારખાનામાં જુગારધામ ધમધમી રહ્યું હોવાની બાતમીને આધારે દરોડો પાડી કારખાનેદાર સહિત ત્રણ લોકોને જુગાર રમતા ઝડપી લીધા હતા.આ ઉપરાંત અન્ય એક દરોડામાં ટંકારાના ઉગમણા ઝાપેથી પોલીસે વરલીનો જુગાર રમાડતા એક શખ્સને પણ ઝડપી લીધો હતો.
ટંકારા પોલીસને બાતમી મળી હતી કે લતીપર રોડ ઉપર જબલપુર ગામની સીમમાં આવેલ ઉમાવંશી પોલીમર્સ નામના કારખાનાની ઓફિસમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડવામાં આવી રહ્યો છે. જે બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડતા આરોપી સંજય દુર્લભજીભાઈ ચારોલા રહે. સરદારનગર, ટંકારા, પ્રિન્સ પ્રવીણભાઈ લો રહે.ગાયત્રીનગર, રૂપાવટી સોસાયટી, ટંકારા અને શાંતિલાલ મગનભાઈ લો રહે.ખડીયાવાસ, ટંકારા નામના શખ્સો રોકડા રૂપિયા 58 હજાર તેમજ હ્યુન્ડાઇ કંપનીની વેન્યુ કાર કિંમત રૂપિયા 2 લાખ અને 30 હજારની કિંમતના મોબાઈલ સહિત 2,88,000ના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા.
જ્યારે બીજા દરોડામાં ટંકારા પોલીસે ઉગમણા ઝાપા નજીક જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી રાહુલ રઘુભાઈ ઝાપડા રહે.ડેરી નાકા, ટંકારા વાળાને રોકડા રૂપિયા 260 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
