એક રિઝનલ અને બે સ્થાનિક ટીમોએ હાથ ધરી ચકાસણી
મોરબી : ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર સફાળી જાગી છે. રાજ્યના બધાય પુલોની ચકાસણી કરીને સમારકામ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન માર્ગ અને મકાન વિભાગ દ્વારા મોરબી જિલ્લાના 76 બ્રિજનું ઇન્સ્પેકશન કરવામાં આવ્યું છે.
માર્ગ અને મકાન (પંચાયત) વિભાગની એક રિઝનલ અને બે સ્થાનિક ટિમ દ્વારા જિલ્લાભરમાં તેમના વિભાગ હેઠળના બ્રિજની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 11 મેજર અને 65 માઇનોર મળી કુલ 76 બ્રિજ તપાસવામાં આવ્યા હતા. આ દરમિયાન હળવદ તાલુકાના હરિપર – કોયબા વચ્ચેનો બ્રિજ જોખમી નીકળ્યો હતો. આ બ્રિજ નવો મંજુર થયો છે. જે રૂ. 3 કરોડના ખર્ચે નિર્માણ પામશે. હાલ આ બ્રિજ ઉપર ભારે વાહન માટે પ્રતિબંધ મુકવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવાની કાર્યવાહી ચાલુ છે.
