કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિકોએ 40 મિનિટ રોડ ચક્કાજામ કર્યા બાદ પોલીસે મામલો થાળે પાડ્યો
વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક સુવિધાના પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો કે અંદાજે 40 મિનિટ બાદ પોલીસે ચક્કાજામ હટાવી દીધો હતો.
વાંકાનેર શહેરમાં રોડ- રસ્તા, ગટર, પાણી, સફાઈ સહિતના પ્રશ્ને કોંગ્રેસ આગેવાનોની ઉપસ્થિતીમાં આજે દાણાપીઠમાં ચક્કાજામ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ આગેવાનના જણાવ્યા અનુસાર શહેરના અનેક પાયાના પ્રશ્નો વણઉકેલાયા છે. જેથી અંદાજે 40 મિનિટ સુધી રોડ ચક્કાજામ કરવામાં આવ્યો હતો. બાદમાં ડીવાયએસપી સહિત પોલીસના ઘાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. અને ચક્કાજામ દૂર કરવામાં આવ્યો હતો
