વિશ્વ હિન્દુ પરિષદ મોરબી અને બજરંગ દળે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું
મોરબી : પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નોનવેજના વેચાણ પર પ્રતિબંધ લાદવા બાબતે વિશ્વ હિન્દુ પરિષદ મોરબી અને બજરંગ દળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.
આ આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, તા. 25-7-2025ના રોજ પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે. જે શ્રાવણ મહિનો હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને ધાર્મિક મહત્તાવાળો માનવામાં આવે છે. આ મહિના દરમ્યાન ભગવાન શિવજીની વિશેષ આરાધના અને ઉપવાસના દિન હોય છે.
આવા પવન અવસરે મોરબી શહેર તથા તાલુકાના અનેક વિસ્તારોમાં જેમ કે, ખાટકીવાસ મોરબી, જ્યાં હિન્દૂ ધર્મના દેવી દેવતાઓના મંદિર આવેલા છે. અને ત્યાં નોનવેજ પદાર્થોનું વેચાણ ખુલ્લેઆમ થતું રહે છે. જેના કારણે હિન્દૂ સમાજની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે. અને પવિત્રતામાં વિક્ષેપ થાય છે.
ત્યારે આ પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન મોરબી જિલ્લામાં તમામ જાહેર નોનવેજની દુકાનો અને ખાદ્યસામગ્રીઓના વેચાણ પર તાત્કાલિક અસરો સાથે પ્રતિબંધ મુકવા તેમજ ધાર્મિક ભાવનાની રક્ષા કરવા જરૂરી પગલાં લેવા માંગ કરવામાં આવી છે.
