વાંકાનેર : વાંકાનેર શહેરમાં રેલવે સ્ટેશન રોડ ઉપર અમરસિંહજી મિલની સામે ચાની હોટલ પાસે ઉભેલા ફરિયાદી જ્યેન્દ્રસિંહ મધુભા ઝાલા ઉ.32 રહે.અમરસિંહજી મિલ સામે વાંકાનેર વાળા સાથે જુના ઝઘડાનો ખાર રાખી આરોપી ઉત્તમસિંહ ભગિરથસિંહ ગોહિલ રહે.સ્વપ્નલોક સોસાયટી વાળાએ છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડતા બનાવ અંગે સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.