મોરબી : મોરબીમાં લાંબા સમયની પ્રતીક્ષાના અંતે મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ હતી. આજે સવારે જ ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી વાતાવરણ ગોરભાયું હતું અને સવારે વાતાવરણમાં જોરદાર પલ્ટો આવતા ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. થોડીવારમાં ધોધમાર વરસાદથી ઠેરઠેર પાણી વહી નીકળ્યા હતા અને મુખ્યમાર્ગો નદીના વહેણ બની ગયા હતા. દરેક વિસ્તારમાં પાણી ભરવાના શરૂ થયા હતા. મોરબીમાં ઘણા દિવસોથી મેઘરાજાએ રૂષણા લીધા હોય એમ લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા લોકો અને ખેડૂતો ખુશખુશાલ બની ગયા હતા અને હજુ પણ ધોધમાર વરસાદ ચાલુ રહ્યો છે.