તંત્રએ રોડનું કામ કરવાની ખાતરી આપ્યા બાદ પણ કામ શરૂ ન થતા સ્થાનિકોમાં વિફર્યા
મોરબી : મોરબીના રાજપર-શનાળા રોડ ઉપર સ્થાનિકોએ ખરાબ રોડના પ્રશ્ને ચાલુ વરસાદે ચક્કાજામ કર્યો છે. જેને પગલે આ રોડ ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી છે.
સ્થાનિક ધારાભાઈ રબારીએ જણાવ્યું હતું કે રાજપર રોડ ઉપર ધરમનગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે. અત્યારે ચાલી પણ ન શકાય તેવો કીચડ છે. અગાઉ મહાપાલિકાને રજુઆત કરતા ત્યાંથી કામ શરૂ થઈ જતા એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે જલ્દીથી કામગીરી થઈ જશે. પરંતુ કામગીરી શરૂ ન થતા સ્થાનિકોએ સાથે મળીને રાજપર – શનાળા રોડ ઉપર ચક્કજામ કર્યો છે. હવે જ્યાં સુધી જવાબદાર અધિકારી આવીને અહીં કામ શરૂ નહીં કરાવે ત્યાં સુધી આ રોડ ઉપર ચક્કાજામ રહેશે.
આ મામલે સ્થાનિકે જણાવ્યું કે ધરમનગર સોસાયટીમાં રોડ કે ગટર જેવી કોઈ પ્રકારની સુવિધા નથી. ચારેક દિવસ અગાઉ અગાઉ મહાપાલિકામાંથી ગઢવીભાઈ આવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે તમારા પ્રશ્નનો નિકાલ આવી જશે. ગઢવીભાઈ પીયૂષભાઈનો નંબર આપી ગયા હતા. પીયૂષભાઈનો સંપર્ક કરતા તેઓએ એમ કહ્યું કે મારામાં આવતું નથી. નિરવભાઈનો સંપર્ક કરો. નિરવભાઈએ બે દિવસ પહેલા બપોર પછી સમસ્યાનો નિકાલ આવશે તેવું કહ્યું હતું. પણ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી એટલે સ્થાનિકોને અંતે ચક્કજામ કરવું પડ્યું છે.
