મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા તા. ૨૭ ને રવિવારે બપોરે 3 કલાકે કેશવ બેન્કવેટ હોલ, લીલાપર કેનાલ રોડ મોરબી ખાતે સરસ્વતી સન્માન સમારોહ યોજાશે જેમાં ધોરણ ૫ થી અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ક્ષેત્રે ગૌરવ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને સન્માનિત કરવામાં આવશે
વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા અધ્યક્ષ સ્થાને વાંકાનેર મહારાણા રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલા, પૂર્વ કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ કેબીનેટ મંત્રી આઈ કે જાડેજા, ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણા, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે તેમ રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ યુ ઝાલા અને મહાવીરસિંહ એન જાડેજાની યાદીમાં જણાવ્યું છે
