તારીખ 18/07/2025 ના રોજ જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આગામી જન્માષ્ટમી માં શોભાયાત્રા ને લઈને એક મીટીંગ નુ આયોજન કરવામાં આવેલ હતું.જેમાં પૂજ્ય સંતશ્રી દીપકદાસજી બાપુ એ આશીર્વચન આપેલ,તેમજ ગુજરાત બજરંગદળ સંયોજક ભાવેશભાઇ ઠક્કરનુ પણ વિશેષ માર્ગદર્શન મળેલ
તેમજ હળવદ ના તમામ પ્રતિષ્ઠિત લોકો નુ પણ મીટીંગ માં ખુબજ સરસ માર્ગદર્શન મદેલહતું.તેમજ હળવદ ના તમામ વેપારી મિત્રો,સામાજિક સંગઠન ના પ્રતિનિધિઓ,સર્વે સમાજ ના પ્રતિનિધિઓ,તેમજ તમામ રાજકીય પક્ષ ના પ્રતિનિધિઓ, તેમજ સેવાકીય ગ્રુપ ના પ્રતિનિધિઓ,ઉપસ્થિત રહ્યા હતા.આગામી જન્માષ્ટમી ના ઉત્સવ ને ખુબજ સારી રીતે કેમ ઉજવાય તેની વિશેષ ચર્ચા કરવામાં એવી.અને તમામ અનુભવી લોકો નુ ખુબજ સરસ માર્ગદર્શન મળેલ હતું .આ મીટીંગ ને સફળ બનાવવા માટે જન્માષ્ટમી મહોત્સવ સમિતિ ના તમામ કાર્યકર્તાઓ ખુબજ જહેમત ઉઠાવેલ હતી.અને છેલ્લે જન્માષ્ટમી મહોત્સવ 2025 ના અધ્યક્ષ સ્થાને ડૉ.મિલનભાઈ માલમપરા સાહેબની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ.


