મોરબી : ગત તારીખ 10 જુલાઈ થી 17 જુલાઈ સુધી અમદાવાદ તે 61મી ગુજરાત સ્ટેટ રાયફલ -પિસ્તોલ શૂટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના હરીપર (કે.) ગામના વતની ભુપેન્દ્ર બી. પટેલ (અંદરપા)એ 3 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીતીને મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલીકના હસ્તે તેઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
ચેમ્પિયનશિપમાં ભુપેન્દ્ર પટેલે 25 મીટર સેન્ટર ફાયર પિસ્તોલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ, 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ, 50 મીટર ફ્રી પિસ્તોલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો જ્યારે 10 મીટર એર પિસ્તોલ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ ઉપરાંત ભુપેન્દ્ર પટેલના પુત્ર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ દીપ પટેલે પણ સેન્ટર ફાયર પિસ્તોલ તથા સ્ટાન્ડર્ડ પિસ્તોલ તથા સ્પોટ્સ પિસ્તોલમાં ભાગ લઈને પ્રિ-નેશનલ લેવલે શૂટિંગ કોમ્પિટિશનમાં ક્વોલિફાય કર્યું છે.


