મોરબી : મોરબી ખાતે મોરબી જીલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં સંકલન મીટીંગ યોજાઈ હતી. આ મિટિંગમાં એસ.પી રાહુલ ત્રિપાઠી, મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીતુભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા, દુર્લભજીભાઇ દેથરિયા, કરણી સેના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. કરણી સેના પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ મોરબી જિલ્લા માં કાયદો અને વ્યવસ્થાને લઈ વિવિધ મુદ્દાની રજૂઆત કરી હતી. તેમ યાદીમાં જણાવાયું છે.
