મોરબી : મોરબી તાલુકાના બેલા ગામ નજીક આવેલ લીફટિંગ કંપનીમાં રહેતા શાલીનીબેન રાજેશભાઇ નાયક ઉ.વ.19 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક શાળીનીબેનના એક વર્ષ પૂર્વે જ લગ્ન થયાનું સામે આવ્યું છે. ઘટના અંગે તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.