Wednesday, July 23, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiખાખી પણ અસલામત : ટંકારા પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ કેસના આરોપી અને તેની...

ખાખી પણ અસલામત : ટંકારા પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ કેસના આરોપી અને તેની માતાનો હંગામો, સમજાવવા જતા પોલીસ ઉપર પણ હુમલો

માતાપુત્રોએ પોલીસ મથકમાં હંગામો મચાવી રોડ ઉપર ટ્રાફિકજામ કરતા ફરજના રુકાવટનો ગુનો દાખલ

ટંકારા : ટંકારા પોલીસ મથકમાં અગાઉ માદક પદાર્થ વેચાણ અંગે નોંધાયેલ ગુન્હા સબબ પોલીસ નિયમ મુજબ અવાર નવાર આરોપીના ઘરે તપાસ માટે જતી હોય જે બાબત સારી નહિ લાગતા આરોપી અને તેની માતા તેમજ ભાઈએ ટંકારા પોલીસ મથકના મેદાનમાં હોબાળો મચાવી પોલીસને ગાળો આપી રોડ ઉપર ટ્રાફિકજામ કરતા સમજાવવા ગયેલ પોલીસ ઉપર હુમલો કરી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે ફરજના રુકાવટ સહિતની કલમો મુજબ માતા અને બન્ને પુત્રો વિરુદ્ધ ગુન્હો નોંધાવમાં આવ્યો હતો.

ટંકારા પોલીસ મથકમાં અગાઉ આરોપી નિજામ ઇબ્રાહિમભાઈ આમરોણીયા રહે.ટંકારા વાળા વિરુદ્ધ માદક પદાર્થ વેચાણ સંદર્ભે એનડીપીએસ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર થયો હોય નિયમ મુજબ પોલીસ આરોપીના ઘેર ચેક કરવા જાય ત્યારે આરોપી નિજામ, તેના માતા જેતુનબેન અને ભાઈ કાસમ આમરોણીયા પોલીસને જેમ ફાવે તેમ ગાળો આપી રોડ ઉપર દોડી જઇ ટ્રાફિકને અડચણરૂપ બનતા હોવાથી પોલીસ સમજાવવા જતા પોલીસ મથકના મેદાનમાં જ આરોપીઓએ પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો કરી પોલીસને જોઈ લેવાની ધમકી આપતા ત્રણેય માતા પુત્રો વિરુદ્ધ પોલીસે ફરજમાં રુકાવટ સહિતની બાબતે ગુંન્હો દાખલ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments