ઘોડાધ્રોઈ ડેમમાં 100 ક્યુસેક, બ્રાહ્મણી-2 ડેમમાં 100 ક્યુસેક અને મચ્છુ-3 ડેમમાં 209 ક્યુસેક પાણીની આવક
મોરબી : મોરબી જિલ્લામાં વરસાદી માહોલને પગલે અનેક ડેમોના કેચ અપ એરિયામાં વરસાદ નોંધાયો છે. ઉપરાંત ઉપરવાસમાંથી પણ પાણીની આવક નોંધાય છે. જેમાં ઘોડાધ્રોઇ અને મચ્છુ-3 ડેમમાં પાણીની આવક હજુ ચાલુ હોવાથી દરવાજા ખોલી રૂલ લેવલ જાળવી રાખવામાં આવી રહ્યું છે.
ઘોડાધ્રોઈ ડેમમાં 100 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. જેથી 1 દરવાજો એક ઇંચ ખોલી સામે 100 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. બ્રાહ્મણી-2 ડેમ હાલ ઓવરફ્લો થઈ રહ્યો છે. તેમાંથી 100 ક્યુસેક પાણી જઈ રહ્યું છે. જ્યારે મચ્છુ-3 ડેમમાં 209 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. એટલે સામે 1 ગેટ 3 ઈંચ ખોલીને 209 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
જિલ્લામાં તમામ ડેમની સ્થિતિ જોઈએ તો ડેમી-3 ડેમ 2.67%, મચ્છુ-2 ડેમ 37.75%, મચ્છુ-1 ડેમ 63.83%, ડેમી-2 ડેમ 29.42%, ઘોડાધ્રોઇ ડેમ 93.79%, ડેમી-1 ડેમ 8.80%, બંગાવડી ડેમ 9.26%, બ્રાહ્મણી-1 ડેમ 100%, બ્રાહ્મણી-2 ડેમ 43.58% અને મચ્છુ-3 ડેમ 67.84 ભરાયેલો છે.
