હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માર્કેટિંગ યાર્ડ સામે હાઇવે ઉપર શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલા જીજે -36 – એએમ – 6824 નંબરના જયુપીટર મોટર સાયકલ ચાલક બળદેવભાઈ વસરામભાઈ પરમાર ઉ.36 રહે.જીવરાજ પાર્ક, ભડિયાદ, મોરબી વાળાને અટકાવી તલાશી લેતા મોટર સાયકલમાંથી વિદેશી દારૂની 12 બોટલ કિંમત રૂપિયા 15,600 મળી આવતા પોલીસે રૂ.50 હજારના જયુપીટર મોટર સાયકલ સહિત રૂપિયા 65,600નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.