મોરબી : હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે મોરબી મહાનગરપાલિકાએ જાહેરનામું બહાર પાડીને શ્રાવણ માસના ચારેય સોમવાર તથા જન્માષ્ટમીના દિવસે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ કતલખાનાઓ બંધ રાખવા તેમજ નોનવેજના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.
જેથી આગામી તારીખ 28 જુલાઈ, 4 ઓગસ્ટ, 11 ઓગસ્ટ તથા 18 ઓગસ્ટ એટલે કે શ્રાવણ માસના ચારેય સોમવાર અને 16 ઓગસ્ટ જન્માષ્ટમીના દિવસે તમામ કતલખાનાઓ બંધ રાખવા તેમજ નોનવેજના વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જો આ જાહેરનામાનો કોઈ ભંગ કરશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.