મોરબી તાલુકામાં ત્રણ અપમૃત્યુના તબનાવમાં એક પરિણીતાએ ઝેરી દવા પીધી, એક પરિણીતાએ ગળેફાંસો ખાધો
મોરબી : મોરબી તાલુકામાં અપમૃત્યુના અલગ અલગ ત્રણ બનાવ બન્યા હતા જેમાં રફાળેશ્વરમાં માસૂમ બાળકીનું પાણી ભરેલી ડોલમાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે જેતપરમાં પાંચ મહિના પૂર્વે જ લગ્ન કરનાર પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો તેમજ નવાગામમાં પાંચ વર્ષ પૂર્વે લગ્ન કરનાર પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
પ્રથમ બનાવમાં મોરબી તાલુકા રફાળેશ્વર પાનેલી રોડ ઉપર સિમોરા કારખાના સામે ધરતી પ્લાસ્ટ કારખાનાના લેબર કવાટર્સમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની અરવિંદભાઈ દલુભાઈ મંડલોઈની એક વર્ષની માસૂમ પુત્રી આરાધ્યા પાણી ભરેલી ડોલમાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં મોરબી તાલુકાના જેતપર ગામે રોહિતભાઈની વાડીએ રહી ખેતમજૂરી કરતા મુશ્કાનબેન ગોકુલભાઈ ભાભર ઉ.28 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં મુશ્કાનબેનના પાંચ મહિના પહેલાં જ લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ત્રીજા બનાવમાં લીલાપર ચોકડીથી નવાગામ તરફ જતા માર્ગ ઉપર આવેલ સ્પેનિયા સિરામિકની ઓરડીમાં રહેતા રાધારાની હેમરન ઉ.21 નામના પરિણીતાએ ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.મૃતકના લગ્ન પાંચ વર્ષ પૂર્વે થયા હોવાનું અને સંતાન નહિ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.