ઉર્ષ મુબારકની તડામાર તૈયારીઓ, મુસ્લિમ બિરાદરોમાં અનેરો થનગનાટ
દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષ પણ મોરબીમાં હજરત કુતુબ બાવા અહેમદ શાહ સરકારનો ઉર્ષ મુબારક બહુજ શાનો શોખથી ઉજવવાનો આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 29 જુલાઈ ને મંગળવાર અને મુસ્લિમ ચાંદ (3) ત્રણ સફરના રોજ ઉર્ષ મુબારક ઉજવવામાં આવશે.
ઉર્ષ નિમિત્તે સાંજે 4 વાગ્યે શહેજાદાએ મદની સરકાર તથા તમામ એહલેબેત સાથે તમામ આશિકાને બાવા અહેમદશાહની હાજરીમાં સંદલ પોશી કરવામાં આવશે. ત્યારબાદ સાંજે 5 વાગ્યે આમ ન્યાજ (મહાપ્રસાદ)નું પણ જોરદાર આયોજન કરાયું છે. ન્યાજ શરીફમાં ભાઈઓ માટે બાવા એહમદશાહ દરગાહ મેદાનમાં અને બહેનો માટે અલગથી મેમણ સમાજના જમાત ખાના મેમણ શેરીની બાજુમાં રાખવામાં આવેલ છે. સાથે સાથે રાત્રે 10 વાગ્યે પીરે તરીકત એહમદપિયા કાદરીયુલ જીલાનીનો વાઈજ શરિફનો પણ નૂરાની જલસો રાખવામાં આવેલ છે. વાઈજ શરીફ પહેલા બાવા અહેમદશા મસ્જિદના પેસ ઈમામ નજીરમિયા બાપુ બુખારી તથા બાવા અહેમદશા મસ્જિદના નાયબ પેસ ઈમામ સૈયદ રીયાકત અલી બાપુ પોતાની જોશીલી જુબાનથી નાત શરીફ પણ પેસ કરશે. તો આ મુબારક મોકા ઉપર તસરીફ લાવવા તમામ હિન્દુ-મુસ્લિમ ભાઈઓ અને બહેનોને આશિકાએ બાવા એહમદશાહ ગ્રુપ અને બાવા એહમદશા મસ્જિદ દરગાહના ટ્રસ્ટીઓ તરફથી જાહેર દાવત આમંત્રણ આપવામાં આવ્યું છે.
