સર્વ હિન્દૂ સંગઠનોની જલારામ મંદિરે યોજાયેલી બેઠકમાં લેવાયેલો નિર્ણય
જન્માષ્ટમીના દિવસે શોભાયાત્રા નીકળશે, રાજમાર્ગો પર 19 મટકી ફોડના કાર્યક્રમ થશે
મોરબી : આગામી દિવસોમાં મોરબીમાં ધામધૂમથી કૃષ્ણ જન્મોસ્વની ઉજવણી થનાર છે ત્યારે ગત તારીખ 25 જુલાઈ ને શુક્રવારના રોજ રાત્રે 9 કલાકે મોરબીના જલારામ મંદિરે કૃષ્ણ જન્મ ઉત્સવની ઉજવણીના અનુસંધાને સર્વે હિન્દુ સંગઠનોની એક બેઠક યોજાઈ હતી.
શ્રી કૃષ્ણ ભગવાનના અવતરણ દિવસ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે મોરબીના રાજમાર્ગો પર સર્વે હિન્દુ સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે. આ ભવ્ય શોભાયાત્રાના અનુરુપ રૂપરેખા અને આયોજન માટે સર્વે હિન્દુ સંગઠનો દ્વારા એક વિશેષ બેઠક રાખવામાં આવી હતી. જેમાં સનાતનની હિન્દુ સમાજ અગ્રણી તથા સર્વે હિન્દુ સંગઠનના અધિકારી, દરેક સક્રિય કાર્યકર્તાનો ઉપસ્થિત રહ્યા હતા અને મોરબીના રાજમાર્ગો ઉપર સર્વે હિન્દુ સંગઠન અને સનાતનની હિન્દુ સમાજ ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું નિર્માણ કરવાનું આયોજન કરાયું હતું. જેમાં અલગ અલગ સંગઠન અને સર્વે સનાતનની હિન્દુ સમાજ દ્વારા અલગ અલગ ધાર્મિક પ્લોટ્સ બનાવીને આ શોભાયાત્રામાં જોડાશે
મોરબીના રાજમાર્ગો ઉપર 19 મટકી ફોડના કાર્યક્રમ થશે. જેમાં અલગ અલગ સંગઠન અને હિન્દુ સમાજ દ્વારા ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે તેવા આહવાન સાથે બધા જ સક્રિય કાર્યકર્તા તથા અધિકારી હિન્દુઓ યોદ્ધાઓને શોભાયાત્રાના ભાગરૂપે કામે લાગી જવા આહવાન કરવામાં આવ્યું હતું.


