હળવદ: હળવદ તાલુકાના સુંદરીભવાની ગામ પાસેથી હળવદ પોલીસે જાહેરમાંથી એક બોલેરો પીકઅપ કારમાંથી 60,000 ની કિંમતનો 300 લિટર દેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને બોલેરો પીકઅપ કાર મળી કુલ 5,60,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ મહેશ ઉર્ફે મયલો ધીરુભાઈ વાઘેલા (રહે. ચુપણી, તા. હળવદ, જિ. મોરબી) નામના આરોપીની ધરપકડ કરી છે. જોકે, સંજયભાઈ હસભાઈ કોળી (રહે. જોકડા (ભવાનીગઢ), તા. મૂળી, જિ. સુરેન્દ્રનગર) અને મીતુલ નામનો એક અન્ય વ્યક્તિ હજુ ફરાર છે. જેને પકડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
