મોરબી : મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં ચાર ગોદામ પાસે મનુભાઈ ચાવડાના મકાનમાં ભાડેથી રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની રોશનીબેન રામુભાઈ મઇડા નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ લેતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.