મોરબી : મોરબી – માળીયા મિયાણા હાઇવે ઉપર ભરતનગર ગામ પાસે આવેલ ક્રિષ્ના હોટલ નજીક ગત તા.18 જુનના રોજ રાત્રીના સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે જીજે – 03 – એચપી – 6190 નંબરના પલ્સર મોટર સાયકલને હડફેટે લેતા બાઈક સવાર અભિષેકકુમાર લલુઆભાઈ દસઇયા નામના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવમાં મૃતકના પિતા લલુઆભાઈ દસઇયા રહે.ટીકુરી ગામ મધ્યપ્રદેશ વાળાએ અકસ્માત સર્જી નાસી ગયેલા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.