ખેતરડી પાસે પોલીસે 350 લીટર દેશી દારૂ, બોલેરો, બાઈક સહિત રૂ.6.20લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
હળવદ : હળવદ તાલુકાના ખેતરડી ગામ નજીકથી પોલીસે પાયલોટિંગ સાથે દેશી દારૂની હેરફેર કરતા ત્રણ શખ્સોને બાઈક તેમજ બોલેરો સાથે ઝડપી લઈ 350 લીટર દેશી દારૂ સહિત કુલ રૂપિયા 6.20 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
હળવદ પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન ખેતરડી ગામે દેશી દારૂની હેરફેર થતી હોવાની બાતમીને આધારે દરોડો પાડતા આરોપી ખોડાભાઈ ઉર્ફે કે.પી.પ્રાગજીભાઈ ગડેસા રહે.દિઘડિયા, અજિતભાઈ બાલાભાઈ થરેશા રહે.કરશનગઢ તા.મૂળી જિલ્લો.સુરેન્દ્રનગર તેમજ અનિલ કરણભાઈ દેકેવડીયા રહે. ખેતરડી ગામ નામના શખ્સો જીજે – 36 – ટી – 6979 નંબરની બોલેરો ગાડીમાં 350 લીટર દેશી દારૂની હેરફેર કરતા ઝડપાઇ ગયા હતા. દારૂની હેરફેરમાં સ્થાનિક શખ્સો બોલેરો ગાડીનું નંબર વગરના બાઈક ઉપર પાયલોટિંગ કરતા ઝડપી લઈ દેશી દારૂ તેમજ બાઈક અને બોલેરો મળી કુલ રૂપિયા 6.20 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
